નડિયાદની કિડની હોસ્પિટલમાં યુરીનરી પથરીની સારવારનું નવા ઉપકરણ સાથે ટ્રાયલ
નરેશ ગનવાણી નડિયાદ

ત્રણ દિવસની અંદર ૩૭ દર્દીમાંથી ૪૧ સ્ટોન કાઢવામાં આવ્યા
મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ કે જે નડિયાદની કિડની હોસ્પિટલ તરીકે પણ જાણીતી છે. તે છેલ્લા ૪૫ વર્ષથી યુરોલોજિકલ સમસ્યાઓ ખાસ કરીને કિડનીની પથરીની સારવાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તે સતત ટેકનોલોજી સાથે તાલમેલ કરી આજે દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતી હોસ્પિટલ (એમપીયુએચ) વધુ એક વખત નવી પધ્ધતિથી યુરીનમા રહેલી પથરીને બહાર કાઢવાની ટ્રીક અપનાવા જઈ રહી છે. જે માટેનુ છેલ્લા ત્રણ દિવસથી ખાસ ટ્રાયલ ચાલતુ હતુ. યુએસએની કેલિકસો ટીમના સહયોગથી તેમના નવા ઉપકરણથી મૂત્રપિંડની પથરીને લેસર વડે તોડીને અને સામાન્ય પેશાબના માર્ગમાંથી પથરીના ટુકડાને શરીર પર કોઈપણ ચીરા કે ડાઘ વગર ચૂસીને સારવાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ૩૭ દર્દીમાંથી ૪૧ સ્ટોન કાઢવામાં આવ્યા છે. આ ઉપકરણ ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નડિયાદ મુળજીભાઈ પટેલ હોસ્પિટલના ડોક્ટર મહેશભાઈ દેસાઈએ જણાવ્યું કે અમેરિકામાં આ પ્રકારની સારવાર માટે અંદાજે બે થી ત્રણ હજાર ડોલર ખર્ચ થાય છે. ભારતમાં હાલ અહીયા માત્ર ટ્રાયલ કરવામાં આવ્યું છે. તેનો ખર્ચ કેટલો થશે તે નક્કી કરાયું નથી. અમે અમારા દર્દીઓની સારવાર માટે શૈક્ષણિક સંશોધન અને નવીનતા અને નવીનતમ અદ્યતન ઉપકરણો અને તકનીકોના ઉપયોગ કરીએ છીએ. અમે સમયાંતરે શિબિરો પણ વિનામૂલ્યે યોજીએ છીએ, જેથી સ્થાનિક લોકો તેનો સૌથી વધુ લાભ લઇ શકે છે. ફેબ્રુઆરી ૨૦૨૪મા અમેરિકામાં આ ઉપકરણ એપ્રુવ થયું હતું અંદાજે ત્રણ હજાર કરતા વધુ દર્દીઓએ આનો લાભ લીધો છે. ભારતમાં આ ઉપકરણથી યુરીનરી પથીરીની સારવાર અપાશે. આ ટ્રાયલ પ્રસંગે ડ્યુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટર જેમ્સ એફ. ગ્લેન યુરોલોજી ડરહામ, નોર્થ કેરોલિના પ્રોફેસર ગ્લેન એમ. પ્રિમિંગર, એમડી , સહ- નિર્દેશક, કિડની સ્ટોન પ્રોગ્રામ મેડિકલ ડિરેક્ટર,એમજીએચ યુરોલોજી એસોસિએટ્સ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના બ્રાયન આઇઝનર એમડી,કેલિફોર્નિયાની કેલિક્સો ટીમના પીએચડી પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી જો કેટેનીઝ, સ્થાપક અને ચીફ બિઝનેસ ઓફિસર ઝી શિન અને ક્લિનિકલ ઓપરેશન ડોરી ગીલીન ખાસ હાજર રહ્યા હતા.
