નડિયાદ સી.બી .પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા આચાર્ય શ્રીની પ્રેરણાથી ૧૪ ઓક્ટોબર ૨૪ ના રોજ ‘હિન્દી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.૧૪ સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ. આ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે હિન્દી વિભાગના વિદ્યાર્થીઓએ હિન્દી રાજ ભાષા સ્વતંત્રતા વખતે ખડી બોલી હિન્દી આંદોલન તેમજ ધારાવાહિક અને ફિલ્મોના લીધે હિન્દી ની લોકપ્રિયતા પર પાંચ વક્તવ્ય આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દિવસે આચાર્યશ્રીની પ્રેરણાથી હિન્દી વિભાગ દ્વારા અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ આર્ટસ કોલેજના અધ્યાપક ડો. ધર્મેન્દ્રકુમાર રાઠવાએ આજ કે સમય મેં હિન્દી કી પ્રાસંગિકતા, ભવિષ્ય, ચુનોતિયાં ઔર સમાધાન વિષય પર જ્ઞાન વર્ધક અને તલસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના આચાર્ય ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સરે હિન્દી ભાષા ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર કલ્પનાબેન ભટ્ટે હિન્દી ની વેશ્વિક સ્થિતિ પર પ્રકાશ પાડતી સ્વરચિત કવિતા પઠન કરી હતી.ગંભીર વાત એ છે કે હજી પણ આપણા દેશની કોઈ રાષ્ટ્રભાષા નિર્ધારિત નથી થઈ તો હિન્દી ભાષા જેને રાષ્ટ્રભાષા બનાવવા સ્વતંત્રતા પૂર્વ થી અત્યાર સુધી ઘણા આંદોલન થયા તો એનું ભવિષ્ય અને તેના માટે તેની સામે પડકારો કયા છે ? એ વિષય પર ખૂબ જ ચિંતનપરક વ્યાખ્યાન ડોક્ટર ધર્મેન્દ્રકુમાર રાઠવાએ આપ્યું હતું. તેમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી હિન્દી ની સ્થિતિ અને તેના યોગદાન વિશે પણ માહિતી આપી હતી.