કઠલાલના ઇન્દોર હાઇવે બ્રિજ પાસેથી ૧૧  જુગારીયાને પોલીસે ઝડપી પાડયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન કઠલાલ-ઇન્દોર હાઇવે બ્રીજ પાસે આવતા સ્ટાફના હેડ.કો.મહાવીરસિંહ તથા પો.કો.કુલદિપસિંહ તથા પો.કો.નિલેશભારથીને મળેલ  બાતમી આધારે પીઠાઇ સીમ, પાટીદાર ઇન્ડસ્ટ્રીઝની આગળ, ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો  પત્તા-પાનાનો જુગાર રમી રમાડે છે. જે બાતમી આધારે જગ્યાએ રેઇડ કરતા (૧) નાસીરઅલી કાસમઅલી સૈયદ રહે.બાપુનગર, મ.નં.૯૨, ઉમેદમુખીની ચાલી, નુતનભારતી સ્કુલની બાજુમાં. અમદાવાદ (૨) કલ્પેશભાઇ હરીશચંન્દ્ર જાદવ રહે.મ.નં.૩૦૩, જીવનદીપ ફ્લેટ, બળીયાવાસ, અમરાઇવાડી ગામ.અમદાવાદ (૩) ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ મન્સુરી રહે.મહંમદી મસ્જીદની બાજુમાં, જુહાપુરા. અમદાવાદ (૪) મહંમદવસીમ મહંમદરફીક શેખ હાલ રહે.પઠાણ ચાલી, સરખેજ પોલીસ સ્ટેશનની પાછળ, સરખેજ મુળ રહે.શાહપુર અડ્ડા, સગરવાડ.અમદાવાદ (૫) સાબીરભાઇ ઉર્ફે કબાડીવાલા અબ્દુલહકીમ કુરેશી રહે. ચંપા મીલની ચાલી, કાચની મસ્જીદની પાછળ, જમાલપુર.અમદાવાદ (૬) સીરાજભાઇ નુરમહમંદભાઇ વ્હોરા હાલ રહે. તનજીલ રેસીડેન્ટ, દાણીલીમડા, અમદાવાદ મુળ રહે. નવાબ એપાર્મેન્ટ, ગુજરાત ટુડેની સામે, શાહઆલમ. અમદાવાદ (૭) મોહંમદઅકીલ મહંમદહાફીજ અંસારી રહે. કબ્રસ્તાનની અંદર છાપરામાં, રખીયાલ રોડ, ગોમતીપુર.અમદાવાદ (૮) મહેબુબભાઇ ઉસ્માનભાઇ ડલ્લાવાડા (છીપા) રહે. જમાલપુર, ગાજીપીર માલીની ખડકી.અમદાવાદ (૯) કૈયુમભાઇ નુરમહંમદ કુરેશી રહે. શ્રી બાગ સોસાયટી, દાણીલીમડા.અમદાવાદ (૧૦) ફીરોજભાઇ ઉર્ફે નાવડા ચાંદખા રંગરેઝ રહે. ફૈસલપાર્ક, બોમ્બે હોટલની સામે, નારોલ.અમદાવાદ (૧૧) તાજમહંમદ ઉર્ફે હડ્ડીભાઇ  ગુલામમહંમદ શેખ રહે. મણીયારવાડા, શમશેરબાગની સામે, ગોમતીપુર
.અમદાવાદનાઓની અંગજડતીમાંથી મળેલ રોકડા રૂ.૧૧ હજાર ૧૦૦ તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂા.૧૭૦૦ તથા બે સીએનજી રીક્ષા કિ.રૂ.૧. લાખ ની મળી કુલ રૂ.૧ લાખ ૧૨ હજાર ૮૦૦ નો મુદ્દામાલ સાથે  મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધમાં કઠલાલ પોલીસ સ્ટેશનમાં  ગુનો નોંધી  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: