નડિયાદ પાલિકાની કચરો ભરવાની ટ્રક માઈ મંદિર રોડ પર ખાડામા ફસાઈ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરમાં મુખ્ય રોડથી માંડીને ઈન્ટરનલ રોડ પર ચોમાસામાં રોડ ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડ્યા છે. ત્યારે આવા ખાડાઓને પુરાણકામ માટે તંત્ર કામે લાગ્યું છે. પુરાણકામમા પાલિકાનું કચરો ભરવાની ટ્રક શહેરના માઈ મંદિર રોડ પર કચરો ખાલી કરીને આવતું વાહન ખાડાના પુરાણમાં ફસાઈ ગયું છે.
નડિયાદ શહેરમાં ભારે વરસાદના કારણે રોડ પર ખાડા પડી જતાં વેઈટ મિક્સ પાથરવામાં આવે છે. તાજેતરમાં ૧૫ દિવસ અગાઉ જ નડિયાદ શહેરના માઈ મંદિર રોડ પર માઈ મંદિરથી શારદા મંદિર ચોકડી તરફ જતાં ખાડા પર વેઈટ મિક્સ પાથરી પુરાણકામ નગરપાલિકા દ્વારા કરાયું હતું. આજે આ પુરાણકામ થયેલી જગ્યાએ પાલિકાનું વાહન ફસાયો હતો સવારે નગરપાલિકાનું કચરાનુ વાહન કચરો ખાલી કરી માઈ મંદિર ચોકડી તરફ જતું હતું. ત્યારે આ પુરાણકામ થયેલ જગ્યાએ તેના બે ટાયરો ફસાઈ ગયા હતા. શહેરમાં ઠેરઠેર ખાડાઓના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે પાલિકાના વાહનો પણ આ ખાડાઓનો શિકાર બની રહ્યા છે.
વાહન ચાલક પ્રજાપતિ ધવલે જણાવેલ કે હું આ વાહન લઇને આવતો હતો ત્યારે એક બાજુ સોસાયટીની બે કાર પાર્ક થયેલી હતી તો તેની સામે રીક્ષાઓ ઊભી હતી. જેથી મારે ન છુટકે આ વેઈટ મિક્સમાથી વાહનને કાઢવાની ફરજ પડી હતી. જે વાહન કાઢતા બે ટાયર આ વેઈટ મિક્સમા ખુપી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!