એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયેલ મહિલા સાથે છેતરપિંડીના કેસમા એક ઈસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં થોડા દિવસ પહેલાં એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયેલી મહિલાની મદદે આવેલા શખ્સે અસલ એટીએમ કાર્ડ મેળવી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ આપી ઓરીજીનલ એટીએમ કાર્ડથી નાણાં ઉપાડી લીધા હતા. નડિયાદ ટાઉન પોલીસે આ ફ્રોડ કરતી ગેંગના એક સભ્યને સ્ટેશન રોડ પરથી ઝડપી પાડ્યો છે. આ બનાવમાં અન્ય ત્રણ લોકો ફરાર છે.
નડિયાદ ટાઉન પોલીસના અ.હેડ.કો. શ્રવણભાઈને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઈસમ બાઇક પર સ્ટેશન રોડ પર આવેલા પ્લેટેનિયમ પ્લાઝા પાસે ઊભો છે. પોલીસે ત્યાં પહોંચી શંકાસ્પદ ઈસમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ બાઇક ચાલક પાસેથી અલગ અલગ બેંકના અલગ અલગ નામ વાળા એટીએમ કાર્ડ હતા. જેથી પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોતાનું નામ અજય સતીષ સિસોદિયા (રહે.ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. અને આ ઈસમે જણાવ્યું કે અર્જુન રાજ સીસોદીયા (રહે.હરીદ્વાર, ઉત્તરાખંડ), અજય જગપાલસિહ રાઠોડ (રહે.હરીદ્વાર, ઉત્તરાખંડ) અને રમણ નામનો ઈસમ એમ ચારેય લોકો આ બાઇક અને અન્ય એક બાઇક પર અહીંયા આવ્યા છે. ઉત્તરપ્રદેશથી લોંગ ટ્રીપ પર અલગ અલગ શહેરોમાં એટીએમ કાર્ડ બદલી ફ્રોડ કરવા નીકળેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસની પુછપરછમાં થોડા દિવસ અગાઉ નડિયાદમાં મહિલાને મદદ કરવાના આશયે પીન જાણી ડમી એટીએમ કાર્ડ પધરાવી રૂપિયા ૧.૯૦ લાખ ઉપાડી લીધા હોવાની કબૂલાત પણ કરી છે. જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો પણ નોધાયો હતો. આ ગુનો અજયે ઉપરોક્ત ઈસમો સાથે આચરેલ હોવાની કબૂલાત કરી છે. અને સહ આરોપીઓ બાઇક લઇને રાજસ્થાન તરફ ગયેલ હોવાની કબુલાત કરી છે. પોલીસે આરોપીને રીમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશથી બાઇક લઇ લોંગ ટ્રીપ ઉપર નીકળી રસ્તામાં આવતા શહેરોમાં અલગ અલગ હોટલમાં રોકાઇ દિવસ દરમ્યાન સ્ત્રી, વયોવુધ્ધ વ્યકતિઓને એ.ટી.એમ.માં જઈ પૈસા કાઢવામાં મદદ કરવાના બહાને તેઓની પાસેના અલગ અલગ બેંન્કોના એ.ટી.એમ માંથી પૈસા કાઢવા વ્યકતિઓની નજર ચુકવી એ.ટી.એમ કાર્ડ બદલી લઇ પાસવર્ડ જાણી લઇ ઓરીજીનલ એ.ટી.એમ કાર્ડથી નજીકમાં આવેલ એ.ટી.એમ માંથી પૈસા કાઢી અન્ય શહેરમાં જતા રહેતા હતા. અને માસના અંતમાં ઘરે જઇ સરખા ભાગે પૈસા વહેંચી લેતા હતા. પકડાયેલ આરોપી અજય સતીષ સિસોદિયા વિરૂધ્ધમાં ઉત્તરપ્રદેશ મુકામે આર્મ્સ એકટ, લુંટ, પ્રોહિબીશન તથા મારા મારીના ગુનાઓ નોંધાયેલ છે. અને આરોપી હિસ્ટ્રીશીટર હોવાનુ જણાયેલ છે.
