નડિયાદમાં રૂપિયાની લેવડદેવડમાં પાડોશી  મહિલાએ બીજી મહિલા પર એસીડ ફેંકતાં મહિલા દાજી

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં મહિલાએ ઉછીના લીધેલા નાણાં પરત આપવાના બહાને મહિલાને બોલાવી વધુ નાણાં માંગતા મહિલાએ ન આપતા ખુન્નસમા આવેલી મહિલાએ અન્ય મહિલાને ધુંગામાં લઈ જઈ એસિડ ફેક્યાને ગંભીર રીતે શરીરે દાજી ગયેલી મહિલાના કાનમાંથી સોનાની કડીઓ કાઢી લિધી. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે  એસિડ એટેક કરનાર મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ ખોડિયાર નગરમા રહેતા મનીષાબેન ભાવેશભાઇ ગામેતી  તેમના પડોશમાં રહેતા શોભનાબેન પુનમભાઈ રાવળ આ બન્ને અન્યના ઘરે ઘરકામ કરવા જાય છે. એકબીજાની પડોશમાં રહેતા હોય બંનેને સારો પરિચય છે. ગઇ કાલે  સવારમાં  મનીષાબેન ઘરકામ અર્થે નડિયાદ મોટા મહાદેવ મંદિર પાસેની સોસાયટીમાં આવ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા શોભનાબેને મનીષાબેનને ફોન કરીને જણાવેલ કે તારી પાસેથી મે રૂપિયા પાંચ હજાર જે ઉછીના લીધેલા હતા તે પૈસા પાછા આપવાના છે. હુ હાલ મોટા કુંભનાથ મહાદેવ પાસે ઉભેલી છું તુ અહીંયા આવી જા જેથી  મનીષાબેન ઉપરોક્ત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં આ શોભનાબેને બીજા એક લાખ રૂપિયા ઉછીનાં માગ્યા હતા. જોકે મનીષાબેન પાસે રૂપિયા ન હોવાથી તેમણે ના પાડી દીધી હતી. શોભનાબેને કહ્યું સારૂ કાઇ વાંધો નથી. તુ મારી સાથે ચાલ આપણે ભાવસારભાઈના મકાનનું ચોક સાફ કરીને આવીએ અને બંન્ને સાથે ગઈ હતી.  ભાવસારભાઈના ઘર નજીક આવેલા ધુંગામા શોભનાબેને જણાવેલ કે તુ અહીંયા ઉભી રહે હું કુદરતી હાજતે જઈને આવુ છું બાદમાં ઝાડીઓના ધુંગાની અંદર ગયેલી આ શોભનાએ એક બોટલમા એસિડ લઇને આવી આ મનીષાબેનના શરીર પર ફેંક્યું હતું. જેથી મનીષાબેન ચહેરાના અને ગળાના ભાગે ગંભીર રીતે દાજી ગયા હતા.
બુમરાણ મચાવતા આ શોભનાએ મનીષાના કાનમાં પહેરેલ ૯ સોનાની કડીઓ પણ કાઢી લીધી હતી. મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. ત્યારબાદ મનીષા તેના ચૂંગાલમાંથી છૂટી મંદિર નજીક આવી ગઇ હતી. જ્યાં એક બે વ્યક્તિઓ આવ્યા પણ હતા પરંતુ આ શોભનાએ જણાવેલ કે અમારો અંદરોઅંદરનો ઝઘડો છે જેથી આ લોકો ચાલ્યા ગયા હતા. બાદમાં ફરીથી આ શોભના મનીષાને ધૂગામા લાવી ધમકી આપી હતી કે જો આ વાત કોઇને નહીં કરે તો તેને સારવાર અર્થે લઈ જાય જેથી મનિષાએ આ વાત માની લીધી હતી. ત્યારબાદ રીક્ષામાં શોભના મનીષાને પીપળાતા ખાતે લઇ ગઈ હતી. જોકે, ત્યાં સારવાર ન કરી નડિયાદ પરત લાવી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. દરમિયાન મનીષાના પરિવારને આ બાબતની જાણ થતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે દાજી ગયેલી મનીષાએ સમગ્ર આપવીતી પોતાના પરિવારને કહી હતી. આ બનાવ સંદર્ભે મનીષાબેને ઉપરોક્ત એસિડ એટેક અને લૂંટ ચલાવનાર શોભનાબેન  સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: