દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વિસ્ફોટ થતાં શહેર સહીત જિલ્લામાં ખળભળાટ : ૭ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે દાહોદમાં કુલ આંકડો ૮૧ ને પાર : એક્ટીવ કેસ ૨૯
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વિસ્ફોટ થતાં શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝીટીવના ૭ કેસો નોંધાવા પામ્યા છે.જે પૈકી એકલા ૫ કેસ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાંથી આવતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતાનો માહોલની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ૧૪૪ જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા ૧૪૪ લોકોના સેમ્પલો પૈકી ૧૩૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે સતત ત્રીજા દિવસે સાગમટે ૬ લોકો કોરોના પોઝીટીવ નોંધાવા પામતા શહેરીજનોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે આજરોજ ૭ પોઝીટીવ કેસો સહીત કુલ ૨૯ એÂક્ટવ કેસો હાલ હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે.
દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ હવે ધીમે પગે શહેર સહીત જિલ્લામાં પગ પેસારો કરતા દાહોદ જિલ્લાની પરિÂસ્થતિ દિન પ્રતિદિન વણસતી જઈ રહી છે.તેમાંય દાહોદ શહેરમાં તો ડબગરવાડ તેમજ લઘુમતી વિસ્તાર એવા ઘાંચીવાડમાં પરિÂસ્થતિ વધુ વણસતી જોવા મળી રહી છે.દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૮ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા ૧૪૪ જેટલાં લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી ૧૩૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (૧) ૪૦ વર્ષીય સલીમ રશીદ ગરબાડાવાળા,રહે.મોટા ઘાંચીવાડ, (૨)૨૦ વર્ષીય સોહીલ શોયબ ગરબાડાવાળા,રહે. મોટા ઘાંચીવાડ(૩)૨૦ વર્ષીય વસીમ સિદ્દીક ખોડા રહે.ઘાંચીવાડ,(૪)૩૨ વર્ષીય રૂકમાંન હારુન પટેલ, રહે.મોટા ઘાંચીવાડ,(૫)૨૭ વર્ષીય સોહેલ ઇકબાલ પાટુક રહે.મોટા ઘાંચીવાડ (૬) ૩૬ વર્ષીય અમિતભાઈ સરદારભાઈ નિનામા રહે.રળીયાતીભૂરા ઝાલોદ (૭) જશુભાઈ પટેલ (ઉ.વ.૫૪, રહે.ગોવિંદનગર,દાહોદ) મળી કુલ ૭ કોરોના પોઝીટીવ કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે જ્યારે છેલ્લા કેટલાય દિવસમાં મોટાભાગના કોરોના પોઝીટીવ કેસો શહેરના ડબગરવાડ તેમજ ઘાંચીવાડમાંથી સામે આવતા આવનારા સમયમાં શહેરના આ બન્ને વિસ્તારો કોરોનાનો હોટસ્પોટ બની રહશે તેવા અેંધાણ વર્તાઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ટૂંક સમય પહેલા કોરોનાથી મૃત્યુ પામનાર રશીદ ગરબાડા વાળાના પુત્ર તેમજ ભત્રીજો અને ગયા અઠવાડિયે મૃત્યુ પામેલ ગઈકાલે પોઝીટીવ આવેલી સાજેદા ઇકબાલ પાટુકનો પુત્ર તેમજ જમાઈ સહીત પરિવારના લોકો આજરોજ કોરોના પોઝીટીવ આવતા ઘાંચીવાડ વિસ્તારમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં પરિવર્તિત થયું હોવાનું પણ સપાટી પર આવી રહ્યું છે જ્યારે દાહોદ જિલ્લામાં અત્યારસુધીમાં ૭૪૧૮ લોકોને હોમ કોરોનટાઇન મળી સેમ્પલ કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી કુલ ૭૦૨૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે તા.૦૪.૦૭.૨૦૨૦ ના રોજ લીધેલા ૧૧,તા.૦૫.૦૭.૨૦૨૦ ના રોજ કલેક્ટ કરેલા ૧૪૧ સેમ્પલ તેમજ તા.૦૬.૦૭.૨૦૨૦ ના રોજ કલેક્ટ કરેલા ૧૭૨ ફ્રેશ સેમ્પલ મળી કુલ ૩૨૪ ના રિપોર્ટ હાલ પેÂન્ડંગ છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૯ કેસો નોંધાવવા પામ્યા છે.જે પૈકી ૪૮ લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ ૨૮ એÂક્ટવ કેસો હોÂસ્પટલમાં સારવાર લઇ રહ્યા છે.
#Sindhuuday Dahod