અર્બન કો – ઓપ.બેન્ક અમદાવાદ દ્વારા સહકાર સંમેલન 2024 યોજાયું.
અર્બન કો – ઓપ.બેન્ક અમદાવાદ દ્વારા સહકાર સંમેલન 2024 યોજાયું.
ગઈકાલે તા.૨૬.૯.’૨૪ ને ગુરૂવારે ગુજરાત અર્બન કો-ઓપ. બેન્ક ફેડરેશન, અમદાવાદ દ્ધારા ગાંધીનગર ખાતે આયોજીત મેગા ઈવેન્ટ “સહકાર સંમેલન-2024” અંતર્ગત રૂ. ૫૦૦ કરોડ ઉપરાંતની ડિપોઝીટ કેટેગરીમાં નેશનલ ફેડરેશન કો-ઓપ. ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ન્યુ દિલ્હી દ્વારા સહકાર સેતુ -2024 અંતર્ગત “પાયોનિયર મેમ્બર ટુ ધી નેશન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમ્બ્રેલા ઓફ યુસીબી” નો એવોર્ડ દાહોદની અર્બન બેન્કને એનાયત થયેલ છે, જે આ સંસ્થા વતી તેના ચેરમેન શ્રેયસભાઈ ઈન્દ્રવદનભાઈ શેઠ, મેનેજર મિલનભાઈ શાહ અને ઓન. સેક્રેટરી રાજેશભાઈ ભટ્ટ સહિતની ટીમે સ્વીકાર્યો હતો. સતત ૮૮ વર્ષથી અવિરત દાહોદવાસીની પોતાની ગણાતી ધી દાહોદ અર્બન કો.ઓ. બેન્ક લિ. ને આવી વિરલ સિદ્ધિ મેળવી દાહોદને રાષ્ટ્ર કક્ષાએ દાહોદ નું નામ રોશન કર્યું છે