પદયાત્રા સેવા કેન્દ્ર માટે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો
નરેશ ગનવાણી નડિયાદ

અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના દર્શન કરવા, રાજ્ય અને રાજ્ય બહાર થી પદયાત્રીઓ અંબાજી જતા હોય છે. આ પદયાત્રીઓ માટે અનેક જગ્યા એ સેવા કેમ્પો ચાલતા હોય છે. છેલ્લા 25 વર્ષ થી નડિયાદના રહીશ પૂ. ગુરુજી અને પ્રેરણામૂર્તિ કનૈયાલાલ ( કનુકાકા) લાલજીભાઈ સોની અને મીનાક્ષીબેન લાલજીભાઈ સોની દ્વારા, અને તેમની પ્રેરણા થી “જગત જનની પદયાત્રા સેવા કેન્દ્ર” સતત પાંચ દિવસ સેવા માટે અવિરત ૨૪ કલાક કાર્યરત હતું, લગભગ પાંચ દિવસ દરમિયાન ૮ લાખ થી પણ વધુ પદયાત્રીઓએ આ સેવા કેમ્પ માં ભોજન, આરામ અને આરોગ્ય ની સુવિધાઓ લાભ લીધો . આ ૨૬ મુ વર્ષ છે. યાત્રાધામ અંબાજી મંદિર ખાતે એક કાર્યક્રમ માં બનાસકાંઠા ના કલેકટરના હસ્તે તેઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
