કઠલાલ નજીક કાર ચાલકે રીક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત, પાંચ ઇજાગ્રસ્ત
નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલ નજીક રઈજીપુરા પાટીયા પાસે
પુરપાટે આવતી કારે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ કુટુંબના પાંચ સભ્યોને ઈજા પહોંચી છે. જ્યારે એકનુ ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મહુધા તાલુકાના શીવપુરા વિસ્તારમાં દીનેશભાઈ જશુભાઈ પરમાર રહે છે. તેમના પત્ની મંગુબેનની તબિયત ખરાબ હોવાથી ગઇ કાલે સાંજે દીનેશભાઈ અને તેમની દીકરી તેમજ અન્ય કૌટુંબિક સભ્યો સીએનજી રીક્ષા માં કઠલાલ દવાખાને લઇ જતા હતા. ત્યારે આઠ વાગ્યાની આસપાસ કઠલાલના રઈજીપુરા પાટીયા પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટે આવતી કાર ના ચાલકે ધડાકાભેર રીક્ષા સાથે પોતાની કાર અથડાવી હતી. જેથી રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો બીજી તરફ રીક્ષામાં બેઠેલા ચાલક સહિત 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે રીક્ષામાં આગળના ભાગે બેઠેલ કાનજીભાઈ કાળાભાઈ પરમાર ને ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
એકસીડન્ટ થતા આજુબાજુમાંથી માણસો ભેગા થઇ ગયેલ હતા. ૧૦૮ જાણ થતાં
થોડીવારમાં ૧૦૮ ગાડી આવી ગયેલ હતી. એમ્બયુલન્સ ગાડીના ડોકટરે કાનજીભાઈને ચેક કરેલ તો તેઓને મરણ જાહેર કરેલ હતા.
