પવિત્ર પર્વ નવરાત્રીનુ નડિયાદના કર્મવિર સામ્રાજ્ય ધ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી
નરેશ ગનવાણી નડિયાદ

વિશ્વમા સૌથી લાબા ડાન્સ ફેસ્ટીવલ તરીકે જાણીતા આપણા ગુજરાતીઓની ઓળખ સમા ગરબા કર્મવિર સામ્રાજ્યની બહેનો જાતે જ માતાજીના પંડાલની શ્રધ્ધાપૂર્વક સજાવટ કરે છે. ગરબાની ગરીમા જળવાય એવા માતાજીના શુધ્ધ ગરબા-લોકગીતો ની પસંદગી કરી, અબાલ-વૃધ્ધ સર્વે વયજુથને ધ્યાનમા રાખી ત્રણતાલી, બે તાલી, હીચ, દાડીયા રાસ, ટીમલી વગેરે વિવિધ શૈલીથી ઊત્સાહભેર નવરાત્રી ની ઉજવણી કરે છે
વર્તમાન સંજોગોમા ગરબો ચાચર ચોકછોડી પાર્ટીપ્લોટે પહોચ્યો છે ત્યારે આવા ઘર આગણે, પૂર્ણ પવિત્રતા સાથે પારિવારીક વાતાવરણમા મા જગદંબાની આરાધનાનુ આયોજન કરવુ એ એક સ્તુત્ય અને અનુકરણીય પગલુ છે
