કપડવંજમા વધુ વળતર આપવાની લાલચ આપી ૪૬.૬૪ લાખ મેળવી ગઠિયો ભૂર્ગભમાં ઉતરી ગયો

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકાના પુનાદરા કેવડીયા ચોકડી નજીક  જયપાલસિંહ કિશોરસિંહ ઝાલા રહે છે. તેઓ ભાવીનભાઈ ચંદ્રકાન્ત પટેલ
પુનાદરા ગામની સીમમાં આવેલ નંદનભાગ વાત્રીકા રીસોર્ટમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ બાંધણીના સંપર્કમાં આવ્યાં હતા.
જયપાલસિંહને જાણવા મળેલ કે આ ભાવિનભાઈ પાસે મૂડી રોકાણ કરો તો તેનુ વળતર વધુ આપે છે. જેથી જયપાલસિંહે ઈન્કવાઈરી કરી અલગ અલગ સ્કિમ હેઠળ આ ભાવિન પટેલને ૬ જુન ૨૦૨૪થી અલગ અલગ તારીખોમાં કુલ રૂપિયા બે લાખ ૪૯ હજાર રૂપિયા રોકાણ કરવા આપ્યા હતા. ત્યારબાદ ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ જયપાલસિંહને નાણાની જરૂર પડતા તેમને ભાવિન પાસે ઉઘરાણી કરી હતી. જોકે, ભાવિન પટેલે વાયદાઓ કરી ટાળતો હતો. જે બાદ ફોન પણ બંધ બોલતા જયપાલસિંહે ઉપરોક્ત રિસોર્ટના ભાડાના મકાનમાં પહોંચી તપાસ કરતા તે હાજર મળી આવ્યો ન હોતો અને જાણવા મળેલ કે, અન્ય લોકો પાસેથી પણ આ ભાવિન પટેલે મુડી રોકાણમાં વધુ વળતરની લાલચ આપી નાણાં લઈ ભૂર્ગભમાં ઉતરી ગયો છે. કુલ ૧૭ વ્યક્તિઓ સાથે ભાવિન પટેલે આ રીતે વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા ૪૬ લાખ ૬૪ હજાર લઈ વળતર નહીં આપી ભાગી ગયા હોવા બાબતની ફરિયાદ જયપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ આતરસુબા પોલીસ મથકે નોધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!