નડિયાદમાં મકાનમાંથી તસ્કરોએ સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શ્રીનાથજી સોસાયટીમાં આવેલ બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના કિ.રૂા. ૧ લાખ ૬ હજાર ૨૨૨ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા. મકાનમાલીકની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ શ્રીનાથજી સોસાયટીમાં આવેલ હરિકૃષ્ણ પંજાબીના મકાનમાં છેલ્લા દોઢ વર્ષથી ઓમ પ્રકાશ શર્મા ભાડે રહે છે. તેઓ લાકડાનો વેપાર કરે છે. તે નડિયાદ ખાતે વર્ધમાન ટ્રેડર્સના નામે લાકડાનો ટ્રેડીંગનો ધંધો કરે છે. વતન જામનગર
હોવાથી અવાર નવાર ત્યાં જવાનું થતું હોય છે, દરમ્યાન તા. ૩ ના રોજ ઓમપ્રકાશ તથા તેમના પત્ની અલ્પના બંને જામનગર ગયા હતા. તે દરમ્યાન તા.૮ના રોજ બપોરના ઓમપ્રકાશ શર્મા પરત નડિયાદ આવતા પોતાના મકાનને મારેલ તાળુ તૂટેલલ હાલતમાં હતું. ઘરમાં અદર તપાસ કરતા બેડરૂમનો સામાન અસ્તવ્યસ્ત પડેલ હતો અને તિજોરીમાં મુકેલ ડાયમંડનું મંગળસૂત્ર સોનાની વીંટી, ચુની સોનાની ચુની, સોનાની વીંટી નંગ ૩, ચાંદીની પાયલ ઝુડો બીછીયા, વિગેરે મળી કુલ રૂા. ૧ એક ૬ હજાર ૨૨૨ નો મુદ્દામાલ તસ્કરો ચોરી કીર ગયા હતા. આ બનાવ સંદર્ભે ઓમ પ્રકાશ શર્માની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.