દાહોદના રોઝમ ગામેથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે રોડ પરનો બનાવ : રસ્તાની વચ્ચે ઉભેલ ખાનગી ટ્રાવેલ્સની પાછળ એસટી બસ ધડાકાભેર અથડાતા એક મહિલાનું મોત
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના રોઝમ ગામેથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે પોતાની ટ્રાવેલ્સ રોડની વચ્ચે ગાડીની પાર્કિંગ લાઈટ તથા પાછળના ભાગે સેફ્ટી કોર્ન વિગેરે બેદરકારી દાખવી રોડની વચ્ચે ટ્રાવેલ્સ પાર્ક કરી દેતાં તે સમયે પાછળથી આવતી એક એસટી બસ આ ટ્રાવેલ્સની પાછળ જાેશભેર ટક્કર મારતાં એસટી બસમાં સવાર પેસેન્જરો પૈકી એક મહિલાનું મોત નીપજ્યાંનું જ્યારે અન્ય પેસેન્જરોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગત તા.૧૪મી ઓક્ટોમ્બરના રોજ એક ખાનગી ટ્રાવેલ્સના ચાલક જીતેન્દ્રસિંહ જગતસિંહ રાજપુત (રહે.મધ્યપ્રદેશ)નાએ પોતાના કબજાની ટ્રાવેલ્સને વહેલી સવારના ચારેક વાગ્યાના આસપાસ ટ્રાવેલસ્ને રોડની વચ્ચે ઉભી રાખી ગાડીની પાર્કિંગ લાઈટ તથા પાછળના ભાગે સેફ્ટી કોર્ન કે ડાઈવર્ઝન આપ્યાં વગર બેદરકારીથી ઉભી રાખી દેતાં તે સમયે પાછળતી આવતાં એક એસટી બસ ટ્રાવેલ્સના પાછળ જાેશભેર અથડાતાં એસટી બસમાં સવાર પેસેન્જરો પૈકી દિલીપભાઈ ઉકારભાઈ રાઠોડ (લુહાર)ની પત્નિ સોનલબેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય દિલીપભાઈ તેમના પુત્ર વિર અને ધર્મની શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત દિલીપભાઈ ઉકારભાઈ રાઠોડ (લુહાર) દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.