દાહોદના મોટીખરજ ગામેથી પોલીસ દ્વારા એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨.૫૭ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરવામાં આવી

દાહોદ તા.૧૭

દાહોદ તાલુકાના મોટીખરજ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨,૫૭,૫૨૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૬૨,૫૨૦નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૧૬મી ઓક્ટોમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે મોટીખરજ ગામે તરફ નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર અંકેશભાઈ રૂપાભાઈ પરમાર અને અકલેશભાઈ દોલાભાઈ પરમાર (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૬૩૨ જેની કિંમત રૂા.૨,૫૭,૫૨૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૬૨,૫૨૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં લાદેન વસુનીયા, આકાશ રૂપાભાઈ પરમાર (બંન્ને રહે.મધ્યપ્રદેશ), કલ્પેશભાઈ નારસીંગભાઈ મોહનીયા (રહે. મોટીખરજ, માળ ફળિયું, તા.જિ.દાહોદ) લક્ષમણભાઈ ટીટાભાઈ ડામોર (રહે. છાપરી, આંબા ફળિયું, તા.જિ,દાહોદ) નાઓની મદદગારી આ વિદેશી દારૂની હેરાફેરી કરતાં હોવાનું પોલીસને જણાવતાં આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: