ગરબાડાના ગાંગરડી ગામે સામાન્ય બાબતે છ જેટલા ઈસમોએ એક યુવકને ગડદાપાટ્ટુનો તેમજ લાકડી વડે માર માર્યાે
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે બસ સ્ટેશન પાસે ૦૬ જેટલા ઈસમોએ સામાન્ય બાબતે એક યુવક સાથે ઝઘડો તકરાર કરી યુવકને ગડદાપાટ્ટુનો માર મારી, લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડાના ભરસડા ગામે પટેલ ફળિયામાં રહેતાં ગીરીશકુમાર મથુરભાઈ બામણીયા તથા તેમની સાથેના વિક્રમભાઈ પ્રવિણભાઈ બામણીયા બંન્ને જણા ગરબાડા ગાંગરડી બસ સ્ટેશન પાસે બજારમાંથી પસાર થતાં ત્યારે ત્યારે તેઓની પાસે મનુભાઈ તેરસીંગભાઈ માવી, રાજુભાઈ તેરસીંગભાઈ માવી, હસુભાઈ મેસુભાઈ ડામોર, ભરતભાઈ મેસુભાઈ ડામોર, બદેશભાઈ મડુભાઈ કટારા તથા દીનેશભાઈ તેરસીંગભાઈ માવીનાઓ ગીરીશકુમાર પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે ગરબાડા કેમ ગયેલા, તેમ કહેતાં ગીરીશકુમારે જણાવેલ કે, અમો અમારા કામથી ગરબાડા ગયાં હતાં, તેવું જણાવતાં ઉપરોક્ત ૦૬ જણા એકદમ ઉશ્કેરાઈ જઈ ગીરીશકુમારને લાકડી વડે, ગડદાપાટ્ટુનો માર મારી તેમજ છુટ્ટા પરથ્થરો મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી કહેલ કે, તું સરપંચ જાેડે કેમ ગયેસ તુ મોટો થઈ ગયો છે, તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ગીરીશકુમાર મથુરભાઈ બામણીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

