પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તા.૨૦
ઝાલોદ નગરના બસ સ્ટેશન ખાતે એસ.ટી ડેપો મેનેજરના નિદર્શન થી એક વ્યસન મુક્તિ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝના મીતા દીદી દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એ.ટી.આઈ રાજૂ ભાઈ સહિત તમામ એસ.ટીના કર્મચારીઓ તેમજ ડ્રાઇવર કંડક્ટર હાજર રહ્યા હતા. મીતા દીદી દ્વારા દરેક ડ્રાઇવર કંડક્ટર ને વ્યસન કરવાથી પરિવાર અને પોતાના જીવનને થતાં નુકશાન વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. મીતા દીદીએ વિશેષમાં સમજાવતા કહ્યું કે દરેક માનવી એ મન મક્કમ રાખવું જોઈએ, જ્યારે કોઈ પણ વ્યક્તિનું મનોબળ તૂટે ત્યારે તે વ્યસન કરવા પ્રેરાય છે અને ધીરે ધીરે તે વ્યક્તિ વ્યસનનો આદિ થતો જયારે છે અને જ્યારે માનવી વ્યસન કરતો થાય ત્યારે વ્યક્તિના જીવનની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે. બ્રહ્માકુમારીઝના મીતા દીદી દ્વારા ઉપસ્થિત દરેક વ્યક્તિઓને વ્યસન ન કરે તે માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી જેથી વ્યસન થકી થતી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થી બચી શકાય.
Post Views:
246