દેવગઢ બારીઆ નગરમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનવી રૂા.૨.૮૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી તસ્કરો કુલ રૂા.૨,૮૫,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં તસ્કરોના આતંકને પગલે પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દેવગઢ બારીઆ નગરમાં વાવડી શેરીમાં રહેતાં મયુનાબેન પિયુષકુમાર ઓચ્છવલાલ ધરીયા તથા દેવગઢ બારીઆના ખોખા બજાર ખાતે રહેતાં નિતેશભાઈ ઉર્ફે લાલો જશવંતલાલ જયસ્વાલના બંધ મકાનમાં ગત તા.૧૮મી ઓક્ટોમ્બરના રોજ તસ્કરોએ બંન્ને બંધ મકાનોને રાત્રીના કોઈ પણ સમયે નિશાન બનાવી મયુનાબેનના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૨ લાખની ચોરી કરી તથા નિતેશભાઈ ઉર્ફે લાલો ના મકાનમાં પણ તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૩૦,૦૦૦, સોનાની ચેઈન, સોનાની વીટી તથા સોનાનું મંગળસુત્ર મળી બંન્ને મકાનોમાંથી તસ્કરોએ કુલ રૂા.૨,૮૫,૦૦૦ની ચોરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે મયુનાબેન પિયુષકુમાર ઓચ્છવલાલ ધરીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.