દાહોદમાં આજે ૮ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ : કુલ આંકડો ૧૨૧ : એક્ટીવ કેસ : ૬૫
આજે એક સાથે ૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશથી જિલ્લાવાસીઓમાં ફફડાટ ઃ એક્ટીવ કેસ ઃ ૬૫
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૧૦
આજે દાહોદમાં ૮ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં દાહોદના પાંચ, દેવગઢ બારીઆનો ૧, ફતેપુરાનો એક અને ઝાલોદનો ૧ એમ કરીને આઠ પોઝીટીવ દર્દીઓના પગલે આરોગ્ય તંત્ર ફરી કામે લાગ્યું છે. મહદઅંશે આજે છેલ્લા બે – ત્રણ દિવસથી ઓછો આંક આજે આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ અગાઉ ચર્ચાઓ એવી પણ થતી હતી કે, આજે ૨૦ થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થશે પરંતુ આઠ દર્દીઓ હોવાની સત્તાવાર જાહેરાત થઈ હતી. આજે આ આઠ દર્દીઓ પૈકી એક ૭ માસના બાળકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આજના આઠ કોરોના પોઝીટીવ દર્દીઓમાં (૧) સીદીક રજા ભુલા (ઉ.વ.૪૮, રહે.મંડી નગર,દાહોદ), (૨) વિહાન સમીરભાઈ દેવડા (ઉ.વ.૭ માસ, રહે.દાહોદ) (૩) લક્ષ્મીકાંત ચીમનલાલ પંચાલ (ઉ.વ.૪૨, રહે.બલૈયા, ફતેપુરા,તા.ફતેપુરા, જિ.દાહોદ), (૪) ગીતાબેન નગીનભાઈ મારવાડી (ઉ.વ.૪૬, રહે.જુની કોર્ટ,દાહોદ), (૫) જીતેન્દ્રકુમાર દયાભાઈ દેવડા (ઉ.વ.૩૫, રહે.લીમડી,તા.ઝાલોદ,જિ.દાહોદ), (૬) મુકેશભાઈ ખીમચંદભાઈ મખીજા (ઉ.વ. રહે.દર્પણ રોડ, દાહોદ), (૭) મહોમંદદરીફ અબ્દુલ રસીદ શેખ (ઉ.વ.૪૨, કસ્બા, દાહોદ) અને (૮) ચૌહાણ નીખીલકુમાર જી. (ઉ.વ.૨૮, રહે.વાવડી શેરી, દેવગઢ બારીઆ) આ આઠ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આઠેયના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
# Sindhuuday Dahod