દાહોદના આગાવાડા ગામે શાળાએ જતી ૧૩ વર્ષિય સગીરાની છેડતી કરતો યુવક
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના આગાવાડા ગામે એક ૧૩ વર્ષિય સગીરા શાળાએ જતી હતી તે સમયે એક યુવકે સગીરાને રસ્તામાં રોકી સગીરાને અપશબ્દો બોલી છેડતી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૮મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષિય સગીરા શાળાએ જતી હતી તે સમયે ગરબાડાના ભે ગામે રહેતો વિપુલભાઈ ગલીયાભાઈ ભુરીયાએ ૧૩ વર્ષિય સગીરાને રસ્તામાં રોકી અપશબ્દો બોલી, છેડછાડ કરી, જાતિય ટીપ્પણી કરતાં આ અંગેની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતાં આ સંબંધે સગીરા પિતા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.