નડિયાદમાં નર્સની નોકરી કરતી યુવતીએ યુવકના ત્રાસથી ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
સલુણ વાંટા ગામની નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં નર્સની નોકરી કરતી યુવતીએ યુવકના ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આત્મા હત્યા માટે મજબૂર કરનાર યુવકે ફિઝીકલ રીલેશન રાખવા યુવતી પર દબાણ કર્યું હતું અને ફોટા, વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના ગામે રહેતા સચિન રાવજીભાઈની નાની બહેન સપનાએ ગત ૧૨ ઓક્ટોબરન રોજ ઘરે કોઈ ઝેરી દવા પી લેતા ૧૩મી ઓક્ટોબરના રોજ તેના સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઝેરી દવા પીવાના કારણ પાછળ ગામના યુવકનો ત્રાસ સામે આવ્યો છે. આ બાબતે જોકે મૃતકના ભાઈ સચિને નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી હતી. સપના નડિયાદમાં કિડની હોસ્પિટલ સામે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. ગત ૧૧ ઓક્ટોબર ૨૦૨૪ના તેવી રોજ સાંજના સમયે ગામમાં રહેતા અંકિત મહિડા નામનો યુવક સચિનના ઘરે આવ્યો હતો. તેની સાથે માથાકુટ કરવા લાગ્યો હતો. જયારે આશરે સાડા આઠેક વાગ્યાના અરસામા સપનાની મોટી બહેને સપનાને ફોન કરી પુછ્યું કે કયા છું. તેણીએ કહેલ કે, સર્કલે છું, બાદમાં થોડા સમય પછી ફોન કરતા એકાએક અંકિત મહીડાએ ફોન ઉપાડેલ અને તેણે કહ્યું કે આ સપના નહેરમાં પડવાની વાત કરે છે. જેથી તમે અહીંયા ઉત્તરસંડા રોડ પર આવો, જેથી સચીન તેમજ તેમની માતા અંજનાબેન અને મોટી બહેન તેમજ ઘરવાળા તમામ થોડા સમયમાં આવી ગયા હતા. આ સમયે સપનાને ગળાના ભાગે નખના નિશાન હતા. ત્યારબાદ સપના પોતાના જીજાજી પાછળ તો અંજનાબેન અંકિત પાછળ ગામમાં આવતા હતા. આ સમયે સપનાની સાથે ખોટી વાતો કરી . તેમજ મારી સાથે નહીં બોલે તો ફોટા વિડિયો વાયરલ કરી દઈશ. ધમકીઓ આપી હતી. જેથી બીજા દિવસે ગભરાયેલી સપનાને તે સમયે પરિવારના સભ્યો કાઈ પુછ્યું નહોતું. બીજા દિવસે સપના ગામના જુના મકાનમાં હતી ત્યારે એકાએક સપનાને ઉલટી થવા લાગી હતી. સચીન ત્યાં હાજર હતા અને જોયેલ તો સપનાએ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ સપનાને તુરંત સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી . જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. નડિયાદ ગ્રામ્ય પોલીસે મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ