જવેલર્સ દુકાનમાં વેપારીની નજર ચૂકવીને ત્રણ મહિલા દાગીના લઈ ફરાર

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં જેવલર્સ દુકાનમાં સોના ચાંદીના દાગીના ખરીદવા આવેલી ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચુકવીને રૂ. ૪૯ હજાર ૫૦૦ મતાના સોનાની ચુની અને ચાંદીના છડા ચોરી લીધા હતા.વેપારી બીલ બનાવવા માટે બીલ બુક કઢતાં મહિલા રૂ.૧૫૦૦ મૂકીને અમારે ઉતાવળ છે. તેમ કહીને ૪૦૦ ગ્રામ ચાંદીના છડા અને સોનાની ૩ ચુની લઈને કારમાં બેસીને ફરાર થઇ ગઇ હતી.

નડિયાદ પેટલાદ રોડ વિદ્યુતનગર પાસે આવેલ નાગણેશ્વર જેવલર્સ નામની દુકાનમાં તા. ૨૫મીના રોજ સાંજ સમયે અજાણી ત્રણ મહિલા સોના-ચાંદીના દાગીના ખરીદવાના બહાને આવી હતી. આ ત્રણેય મહિલાઓએ ચાંદીના છડાં અને સોનાની ચુની લેવાનું કહેતાં વેપારી નિર્મલભાઈ સોનીએ ચાંદીના છડા અને સોનાની ચુની બતાવી હતી.આ મહિલાઓએ પસંદગીના ચાંદીના છડાં અને સોનાની ચુની લઈને વેપારીને દાગીનાનું બિલ બનાવવાનું કહ્યું હતું.
વેપારી બીલ બુક કાઢવા જતાં તેઓની નજર ચૂકવીને પાંચ ચાંદીના છડાં(૪૦૦ ગ્રામ કિંમત રૂ. ૪૫ હજાર) અને સોનાની ૩ ચુની(રૂ. ૪ હજાર ૫૦૦) આ મહિલા ચોરી લીધા બાદ અમારે ઉતાવળ છે. તેમ કહીને ટેબલ ઉપર રૂ. ૧ હજાર ૫૦૦ મૂકીને રોડ પર આવીને ઉભેલી કારમાં બેસીને પલાયન થઇ ગયા હતા. આ વેપારી બૂમો પાડીને રોકવાનો પ્રયાસ કરે તે પહેલા ફરાર થઇ ગઇ હતી.
વેપારીએ દુકાનમાં તપાસ કરતાં ઉપરોકત ચાંદી અને સોનાની દાગીના ન હતા. આ સંદર્ભે વેપારી નિર્મલ માણેકચંદ સોનીની ફરિયાદના આધારે નડિયાદ પશ્વિમ પોલીસે અજાણી ત્રણ મહિલા વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: