સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ૫૦૦૧ વાનગીઓનો મહાઅન્નકુટ ધરાવવામાં આવશે

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી તા.૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી છે. જે  અંતર્ગત તા.ર નવેમ્બરનાર રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ૫૦૦૧ વાનગીઓનો મહાઅન્નકુટ ધરાવવામાં આવનાર છે.
આ મહાઅન્નકુટની પ્રથમ આરતી વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી અને વડિલ સંતો સાથે કરજીસણના ગોવિંદજીના વંશજ ઘનશ્યામભાઈ ફુવાનો પરિવાર ઉતારશે.મહાઅન્નકુટની માહિતી આપતા હૈદ્રાબાદના વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ અક્ષરભુવન પાછળ આવેલ મેદાનમાં ૧૧૩ × ૧૭૦ સ્કવેરફુટ = ૧૯૨૧૦ સ્કવેરફુટનો વિશેષ ભવ્ય અન્નકુટ મંડપમ તૈયાર કરવામાં આવ્યો છે. આ અન્નકુટ વાનગીઓ તૈયાર કરવામાં હૈદ્રાબાદના ૩૫ કારીગરો, ૧૫ પૂ.સંતો, ૭ વ્યક્તિઓની વિશેષ ટીમ ઉપરાંત સુરત વેડરોડ મંદિર થી ૮૦ મહિલાઓએ વિવિધ વાનગીઓ બનાવી હતી. જેમાં ૫ હજાર મહિલા તથા પુરૂષ સ્વયંસેવકો ખડેપગે સેવા બજાવી રહ્યા છે. સુરતના મહિલા સ્વયંસેવીકા શારદાબેન ડુંગરાણીએ જણાવ્યું હતું કે અમો મહિલા ભક્તોએ ૧૬૦ પ્રકારની વિવિધ પુરીઓ, ૧૬૦ પ્રકારના વિવિધ અથાણાં તૈયાર કર્યા છે. આ અન્નકુટ તૈયાર કરવામાં ૭૧૮૫૦ માનવ કલાકની અવિરત સેવા છે. ૫૧૫૪૦ કિલો વજનની વાનગીઓ, જેમાં ૫૦૦ કિલો બેકરીની આઈટમો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ૧૫૦ પ્રકારના વિવિધ હલવાઓ તૈયાર કરાયા છે. માવાની આઈટમો સાચવણી માટે એરકંડીશન કેન્ટેનરમાં મુકવામાં આવી છે.
આ અન્નકુટ પ્રસાદની વહેંચણી ચરોતરના વૃધ્ધાશ્રમો, દિવ્યાંગ શાળાઓ તથા અનાથાશ્રમો અને દરિદ્રનારાયણોને કરવામાં આવનાર છે. સમગ્ર અન્નકુટ મહોત્સવનું આયોજન વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ કર્યું છે.
દર્શનનો સમય :- સવારે ૮:૦૦ થી સાંજે ૭:૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!