નડિયાદ હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળ દિન ઉજવાયોનરેશ ગનવાણી નડિયાદ

નરેશ ગનવાણી નડિયાદ
આજ રોજ ૧૪ નવેમ્બરે નિમિતે ખેડા-નડીઆદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ-જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથા આશ્રમ અને પ્રયાસ સંસ્થા તમામ કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નડીઆદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ તથા માતૃછાયા અનાથાશ્રમનાં બાળકો માટે “બાળ દિન” ઉજવણી અંતર્ગત તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ. જી ડી. પડીયા સાહેબનાં અધ્યક્ષસ્થાને અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી. બી. જોષી તથા બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન અમિત ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન હિન્દુ અનાથાશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું.
આજનાં આ કાર્યક્રમનાં અધ્યક્ષ જી ડી. પડીયા દ્વારા બાળકોને લગતાં કાયદાઓ વિશે, ત્યાર બાદ અતિથિ વિશેષ ડી બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે તથા અમિત ડાભી દ્વારા બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની બાળકોને લગતી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે સરળ ભાષામાં વિસ્તૃત સમજ આપી હતી. ત્યાર બાદ માતૃછાયા અનાથાશ્રમનાં સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપ પરમાર દ્વારા તમામ બાળકોને લીબું ચમચી, સંગીત ખુરશી, દોડ, ખો-ખો અને ગાયન સ્પર્ધા જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જેન્ડર સ્પેશીયાલીસ્ટ સંકેત રાજને ઉપસ્થિત રહીને દ્વારા તમામ બાળકોને વિના મુલ્યે ટી-શર્ટ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં બાળકો માટે કામ કરતી એન.જી.ઓ. પ્રયાસ સંસ્થા દ્વારા સોશીયલ વર્કર વિમલ કાપડીયા અને ટીમે બાળકોને પૌષ્ટિક અલ્પાહાર અને આઈસક્રીમ પીરસવામાં આવેલ, આજનાં આ કાર્યક્રમમાં માતૃછાયા અને હિન્દુ અનાથાશ્રમ બંને સંસ્થાનાં કુલ મળીને ૧૨૦ બાળકોએ વિવિધ રમતો રમીને અને અલ્પાહાર-આઇસક્રીમ વિગેરેનો ખુબ જ હર્ષોઉલ્લાસ સાથે આનંદ માણીને બાળદિન ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલે બાળદિન નિમિતે સમાજમાં સૌ બાળકો સરકારની લાગુ પડતી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી ઉત્તમ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્યનું નિર્માણ કરીને આંનદ અને હર્ષ સાથે ઉમદા જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
