ગાંજા સાથે પકડાયેલા બે ને દસ વર્ષની સજા અને એકને સાત વર્ષની સજા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાંથી અઢી વર્ષ અગાઉ ગાંજા સાથે પકડાયેલા બેને દસ વર્ષની સજા તેમજ જેને ગાજો વેચવાનો હતો તેને સાત વર્ષની સજા નો હુકમ નડિયાદ કોટે કર્યો છે
ગત તા-૨૭ એપ્રિલ ૨૦૨૨ ના નડિઆદ શ્રેયસ ગરનાળા પાસે, પીજ રોડ ઉપર મહંમદ શહેરોજ ઉર્ફે રોનક મહંમદ સલાઉદ્દીન મહંમદ નશરુદીન અંસારી, રહે- સાસારામ જકીસઈદ, થાના મુસાફીર, બિહાર તથા સોનુકુમાર ગબુશંકર ખટીક રહે- અમરા તલાવ, થાના સાસારામ, (બિહાર) હાલ રહે- પીજ ચોકડી, ઉત્સવ ફૂડ કંપની કવાર્ટ્સ, તા- વસો ને પોલીસે બાતમીના આધારે અટકાવીને તલાસી લીધી હતી આ તલાસીમાં તેમની પાસેથી એક થેલો મળી આવ્યો હતો આ થેલામાં વગર પાસ પરમિટનો ગાંજો ૪ કિલોગ્રામ કિંમત રૂ. ૪૦ હજાર નો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે આ બાબતે પૂછપરછ કરતા આ ગાંજો કનુભાઈ શીવાભાઈ પરમાર, રહે- શીહોલડી, દાદુપુરા, સીમ વિસ્તાર, તા-માતર, જી. ખેડા ને વેચવા જતા હોવાની કબુલાત
કરી હતી તે અગે ફરિયાદ નડિઆદ પશ્ચિમ પો.સ્ટે. માં નોંધાઈ હતી. પોલીસ તપાસમાં કનુભાઈ શિવાભાઈ પણ પકડાઈ ગયા હતા અને આરોપીઓની તપાસ હાથ ધરી ગુનો બનતો હોય આ બાબતેની ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી. આ કેસ નડીયાદ ની સ્પેશયલ કોર્ટ (એન.ડી.પી.એસ.) માં ચાલ્યો હતો જજ પી.પી.પુરોહિતએ સરકારી વકીલ પ્રેમ આર. તિવારીની દલીલો ધ્યાને લઈ તેમજ ફરિયાદપક્ષે સાહેદોના ૯ મૌખિક પુરાવા તેમજ ૨૭ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને આરોપી મહંમદ શહેરોજ ઉર્ફે રોનક મહંમદ સલાઉદ્દીન મહંમદ નશરુદ્દીન અંસારી તથા સોનુકુમાર ગબુશંકર ખટીક ને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા દરેક આરોપીને રૂ. એક લાખ નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે જ્યારે આરોપી કનુભાઈ શીવાભાઈ પરમાર ને સાતવ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૨૫ હજાર નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
