નડિયાદમા શ્રી ગુરુ નાનક દેવજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં આવેલ શીશમહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૫ મો પ્રકાશ ઉત્સવ (જન્મ જયંતી) ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યું હતું.
જેમાં વહેલી સવારથી જ શીશમહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અને “વાહેગુરુ વાહેગુરૂ” “ધન ગુરુ નાનક સારા જગ તારયા” નાદ થી ગુંજી ઉઠ્યું હતું શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો જન્મ કાર્તિક સુદ પૂનમ રાત્રે ૧-૨૦ કલાકે થયો હતો. શીશમહલ અમરધામ ગુરૂદ્વારામાં પ્રકાશ ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવામા આવ્યા હતા. જેમાં સવારે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજના પાઠની સમાપ્તિ (ભોગ સાહેબ), પૂજા અર્ચના, ભજનકીર્તન, આરતી, અરદાસ (પ્રાર્થના), હવન તેમજ લંગર ભંડારા પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ પર્વ નિમિત્તે ગુરુદ્વારાને દીપમાળા તથા રોશનીથી શણગાર્યું હતું. શુક્રવારે રાત્રે ૧૦ કલાકે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ રાત્રે ૧-૨૦ કલાકે શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનનો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં સિંધી સમાજ તેમજ શીખ ધર્મના ભક્તજનો જોડાયા હતાં.