દાહોદ એસઓજી પોલીસને મળેલ સફળતા : ડ્રોન મારફતે ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાના ત્રણ ખેતરો ઝડપાયા

દાહોદ તા.૧૬

દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેવગઢ બારીઆના ગુણા ગામે આવેલ ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ.૪૯૩ જેનુ વજન ૧૬૯.૧૦૦ કિલોગ્રામ કિંમત રૂા.૧૬,૯૧,૦૦૦ના ગાંજાના વાવેતર સાથે ૦૩ ઈસમોને પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસતા ફરતા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા તેમજ ખાસ કરીને દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાના વાવેતર ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ આ તમામ ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું. ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાંની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ.૪૯૩ જેનુ કુલ વજન ૧૬૯.૧૦૦ કિલોગ્રામ કિંમત રૂા.૧૬,૯૧,૦૦૦ની કિંમતના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચુભાઈ સાયબાભાઈ બારીઆ, ગુલાબસિંહ ફુલસીંગ બારીઆ અને રમિલાબેન ભારતભાઈ બારીઆ (ત્રણેય રહે. ગુણા, ગુણિયા ફળિયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાઓની અટકાયત કરી દાહોદ એસઓજી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: