કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ


દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામા આવી હતી.

જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત પેંશન કેસ, પી. એમ. સૂર્ય ઘર, ધાર્મિક દબાણો, ગૌચર દબાણો, ગામતળના દબાણો, સ્માર્ટ સીટીને લગતા પ્રશ્નો, એટીવીટી આયોજન સહિત સ્માર્ટ મીટર લગાવવા અંગેની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ સંકલન બેઠકમાં રજૂ થયેલા લોક પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરીને સમયનુસાર કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી, તેમજ કામગીરીના જે – તે સ્થળે મુલાકાત લઇ કામગીરીના રિપોર્ટ આપવા જણાવ્યું હતું.

સંકલન બેઠક દરમ્યાન વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા માટે કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. દરેક પ્રશ્નોનો અને ફરિયાદોનો પૂરતા આયોજન સાથે સમયસર નિકાલ થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું. એ સાથે અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી.એમ.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!