ગરબાડા તાલુકાના દેવધા ખાતે ગાડી ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા તાલુકાના દેવધા ખાતે ગાડી ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાત બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ગરબાડા તાલુકાના દેવધા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર મોઢયા ફળિયા પાસે હતી કાર વડલા ના ઝાડ સાથે અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના દેવધા ગામે મોઢયા ફળિયા પાસે દાહોદ અલીરાજપુર હાઇવે ઉપર દાહોદથી ગરબાડા તરફ બલેનો કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક દેવધા ગામે વડલા પાસે એક બાઈક સામેથી આવતા તેનો બચાવ કરવા જતાં બલેનો કાર હાઈવેની બાજુમાં આવેલ વડલા ના ઝાડ સાથે પુર ઝડપે અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો કાર ઝાડ સાથે અથડાતાં કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું જેના પગલે ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામના રાકેશભાઈ મીનામા તેમજ સીમલીયા બુઝર્ગ ગામના આધેડ ભાવસિંહ જંગળસિંહ પરમારનું વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ અન્ય ચાર વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવતા કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના ના અડધા કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રોડ પરથી ટ્રાફિક દૂર કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના પરિવારજનો પણ સ્થળ પહોંચી જતા હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા હતા અને પરિવારમાં ગમગીની છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: