ઝાલોદ ઠુઠી કંકાસિયા રોડ પર નવા બનેલ ડિવાઇડરને અજાણ્યા વાહન ચાલક દ્વારા તોડી પડાયો

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ તા.૧૭

છેલ્લા કેટલાક દિવસથી ઠુઠી કંકાસિયા ચોકડી થી હનુમાનજી મંદિર જતા રસ્તા પર નગરપાલિકા દ્વારા નગરના રાહદારીઓ માટે પહોળો ડિવાઇડર વાળો રોડ બનાવવામાં આવેલ છે જેથી રાત્રી કે દિવસ દરમ્યાન કોઈ અકસ્માત ન સર્જાય. આ માર્ગ પર આવેલ ડિવાઇડર હાલ કોઈ અજાણ્યો વાહન ચાલક તોડી ને જતો રહેલ છે. જેથી ડિવાઇડરનો એક ભાગ જાળી વાળો તૂટેલો અને લબડેલો જોવા મળી રહેલ છે તેથી આવતા જતા રાહદારીઓને અકસ્માતનો ડર સતાવી રહેલ છે. સાંભળવા મળેલ વાતો મુજબ આ રસ્તાના ડિવાઇડર વચ્ચે થી મોટા વાહન પસાર થઈ શકતા નથી અને તેથી મોટા વાહનોને ફરવું હોય તો ડિવાઇડર પત્યા બાદ વળાંક લઈ જે તે જગ્યાએ જઈ શકે છે તેથી આ ડિવાઇડરને અજાણ્યા વાહન ચાલક દ્વારા તોડી પાડવામાં આવેલ હોવાની વાતો સાંભળવા મળેલ છે પણ કોઈ વ્યક્તિએ જોયું નથી તેથી ચોક્કસ આ વાતને  માની શકાય તેમ નથી જો આ માર્ગ પર સી.સી.ટી.વી કેમેરા હોત તો પાલિકા આ ડિવાઇડરને કેવી રીતે નુકશાન થયું તે ચોક્કસ તપાસી શકતી અને જે વાહન ચાલક દ્વારા ડિવાઇડરને નુકશાન કરેલ છે તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકતી. હાલ તો અહીંથી નીકળતા રાહગીરો આ ડિવાઇડર રીપેર થઈ જાય તેવું ઇચ્છી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!