ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ ‘ વિશ્વ શૌચાલય દિવસ ‘ ની ઉજવણી કરાઈ
દાહોદ તા.૧૯
ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના ” અંતર્ગત ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ થીમ પર આગામી તા. ૧૦ ડિસેમ્બર સુધી ચાલનાર વિશ્વ શૌચાલય દિવસના સિદ્ધાંતો અને લક્ષ્યોનાને વ્યાપક-જન ભાગીદારી અને નાગરિકોની સહભાગીતાને પ્રોત્સાહન આપવા અને ઝુંબેશના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે સમુદાય જૂથો, શૈક્ષણિક સંસ્થાઓ અને NGO ને સક્રિયપણે સામેલ કરવા સહિત આ યોજનાની તમામ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જનભાગીદારી થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં પણ ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતા હેઠળ ‘ વિશ્વ શૌચાલય દિવસ ‘ ની ઉજવણી કરવા માં આવી હતી. એ સાથે ‘ વિશ્વ શૌચાલય દિવસ ‘ નિમિત્તે દાહોદ તાલુકાના દેલસર ગ્રામ પંચાયત ખાતે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થી મુનિયા લલિતભાઈ મનુભાઈના ઘરે શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

