આજે દાહોદમાં વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં ખળભળાટ મચ્યો : કુલ આંકડો ૧૯૮
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૧૬
દાહોદમાં આજે એક સાથે વધુ ૧૬ કોરોના દર્દીઓનો સમાવેશ થતાં ફરીવાર અને સતત કોરોના દર્દીઓમાં વધારો થતાં દાહોદજિલ્લાવાસીઓ સહિત આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. હવે તો દિનપ્રતિદિન ૧૦ ઉપર પોઝીટીવ કેસનો આંકડો જાણે ફીક્સ થઈ ગયો હોય તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ કોરોના સંક્રમણનો પ્રકોપ ક્યાં જઈને અટકશે તેની ચર્ચાઓ પુરજાેશમાં વહેતી થવા માંડી છે.
આજના પોઝીટીવ કેસોમાં (૧) ચિતરાન્જના સોહનલ શાહ (ઉ.વ.૬૫, ચિત્રકુટ સોસાયટી, દાહોદ) (૨) રોશન પ્રવિણચંદ્ર પ્રજાપતિ (ઉ.વ.૨૪, પડાવ, દાહોદ) (૩) મનસુરભાઈ બુરહાનભાઈ નગદી (ઉ.વ.૪૧,ગોધરા રોડ,દાહોદ) (૪) મંગળાબેન ભરતકુમાર મોઢીયા (ઉ.વ.૬૩,દૌલતગંજ બજાર,દાહોદ) (૫) મયુરભાઈ રાજેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૩૪, મંડાવરોડ,દાહોદ), (૬) જયશ્રી બલવંતસિંહ પરમાર (ઉ.વ.૨૦, દુધીયા,લીમખેડા) (૭) દિલીપકુમાર રમણભાઈ વરીયા (ઉ.વ.૫૦, ઉમરીયા, ધાનપુર), (૮) શાહ મુકેશભાઈ બદામીલાલ (ઉ.વ.૫૯, રહે.ફતેપુરા, મેઈન બજાર), (૯) શાહ રીચાબેન રાજેશભાઈ (ઉ.વ.૨૧, ફતેપુરા, મેઈન બજાર), (૧૦) શાહ રાજેશભાઈ બદામીલાલ (ઉ.વ.૫૭, ફતેપુરા મેઈન બજાર), (૧૧) હુસેનીભાઈ કુરબાનહુસેન પહાડવાલા (ઉ.વ.૬૦, એ.જી.રોડ,દાહોદ), (૧૨) નીકુન ડિન્ડીયાલ મકવાણા (ઉ.વ.૭૩, લક્ષ્મીપાર્ક, દાહોદ) (૧૩) વિજયભાઈ છોટાલાલ ચૌહાણ (ઉ.વ.૪૪, ઝાલોદ), (૧૪) જીતુભાઈ દિપકભાઈ મખીજાની (ઉ.વ.૩૩, રહે.સ્ટેશન રોડ,દાહોદ) (૧૫) ખેમચંદ નારાયણદાસ મખીજાની (ઉ.વ.૬૦, દાહોદ) અને (૧૬) સાગરભાઈ ભગવાનદાસ મખીજાની (ઉ.વ.૨૭, દર્પણરોડ, દાહોદ) આમ, આજના આ ૧૬ કોરોના પોઝીટીવ કેસોના પગલે દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૧૯૮ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી અત્યાર સુધી ૬૫ લોકો સાજા થતાં તેઓને રજા પણ આપી દેવામાં આવી છે અને કુલ ૧૫ લોકોના કોરોનાથી મૃત્યુ થવા પામ્યા છે.
#Sindhuuday Dahod