ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઇસમો મહેમદાવાદથી ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા પોલીસના માણસો મહેમદાવાદ પંથકમાં પેટ્રોલિંગમાં દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડયા છે. તેમણે અન્ય ચોરીની પણ કબૂલાત કરી છે. પોલીસે આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા એસઓજી પોલીસના માણસો મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિયમમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે બોટાદ જીલ્લાના બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના રીઢા બે આરોપીઓ મહેમદાવાદ રેલ્વે સ્ટેશન નજીક ઉભા છે. જેથી જઈને પોલીસે તેને પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (દેવીપુજક) અને સરજુ ઉર્ફે બવો બાલીકદાસ ચુડાસમા (દેવીપુજક) રહે, મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પાછળ ઝુપડપટ્ટી તા.મહેમદાવાદ તેમણે બોટાદમાં ચોરી કરી હોવાની કબુલાતમાં કરી છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (દેવીપુજક) અગાઉ વડોદરા શહેરના હરણી પો.સ્ટે તેમજ સમા પો.સ્ટેના ચોરીના ગુનાઓમાં તેમજ અમદાવાદ શહેરના ઈસનપુર તેમજ નારોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. પોલીસ પૂછપરછમાં તેમણે કેટલીક ચોરી કબુલ કરી છે જેમાં ચારેક માસ પહેલા રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રાજકોટ શહેર ખાતે જયુબેલી શાક માર્કેટ પાસેથી એક બહેનને રીક્ષામાં બેસાડી બે સોનાની બંગડીઓ કાઢી લીધી હતી તેમજ રાજકોટ શહેરના કલાવાડ રોડ ઉપરથી એક ભાઈની સોનાની ચેઈન તથા લક્કી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે આ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!