ફતેપુરાના ઘુઘસ ગામે એક પીકઅપ ગાડીના ચાલકને ચાર ઈસમો અગમ્યકાસણોર માર મારી ગાડીને રૂા.૫૦ હજારનું નુકસાન કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક પીકઅપ ગાડીના ચાલકને ચાર જેટલા ઈસમોએ અગમ્યકારણોસર પીકઅપ ગાડીના ચાલક સાથે ઝઘડો તકરાર કરી ચાલકને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ગાડીને રૂા.૫૦,૦૦૦નું નુકસાન કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ફતેપુરાના ઘુઘસ ગામે માતા ફળિયા અને ખુંટા ફળિયામાં રહેતાં આનંદભાઈ મલજીભાઈ પારગી, ચિમનભાઈ પારગી, વિક્રમભાઈ રમેશભાઈ પારગી અને મહેશભાઈ અબલાભાઈ પારગીનાઓએ ગત તા.૧૪મી નવેમ્બરના રોજ ઘુઘસ ગામે પોતાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડી લઈ ઉભેલા સુરેશભાઈ ખેમજીભાઈ નટ (રહે.રાજસ્થાન)ને રોકી સુરેશભાઈ સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી સુરેશભાઈને માર મારી શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચાડી તેઓની પીકઅપ ગાડીને પણ રૂા.૫૦,૦૦૦નું નુકસાન કરતાં આ સંબંધે સુરેશભાઈ ખેમજીભાઈ નટે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

