દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત નવલસિંહ પસાયાએ શાળાના બાળકોને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપી


દાહોદ તા.૨૬

પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને, દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવા આવ્યું છે.

રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના સ્વરૂપમાં સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી અભિયાન કામગીરી કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા અનેકો ખેડૂતોને તાલીમ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી આપી પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડવાનુ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત શાળાઓના વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતીની મહત્વતા જાણે, સમજે અને પોતાના માતા – પિતાને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સમજાવવા માટેની પહેલ કરે તે હેતુસર ગરબાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતશ્રી નવલસિંહ પસાયાએ વિદ્યાર્થીઓને તાલીમ આપીને પ્રાકૃતિક ખેતીથી થતા લાભ અને રાસાયણિક ખેતી પદ્ધતિથી થતા ગેરલાભ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: