ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર તેમજ અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજાશે
દાહોદ તા.૨૭
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો, અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન એ. ડી. એસ. ફાઉન્ડેશન તાલીમ કેન્દ્ર છાપરી, દાહોદ તેમજ સરકારી ઇજનેરી કોલેજની પાછળ, છાપરી મુખ્ય પ્રાથમિક શાળાની આગળ, છાપરી ખાતે તારીખ ૨૯-૧૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે કરવામાં આવેલ છે.
આ કેમ્પ દરમ્યાન ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ૮ પાસ આઈ.ટી.આઈ.ઓલ (iti )ટ્રેડ અને ધોરણ-૧૦/૧૨ પાસ / ડિપ્લો, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ જેવી ટેકનીકલ નોન ટેકનીકલ જગ્યાઓ માટે અનુભવી, બિન-અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરુષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા તેમજ વધુ જાણકારી માટે ૦૨૬૭૩-૨૩૯૧૫૯ નંબર પર ફોન કરી સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.