દાહોદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રોજેક્ટ “ પા પા પગલી” અંતર્ગત આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનુ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ભાગરૂપે ભૂલકા મેળાનો કાર્યક્રમ યોજાશે
દાહોદ તા.૨૭
દાહોદમાં ભૂલકા મેળા દરમ્યાન બાળકોના પોષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય,પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહીત વાલીઓની જવાબદારીઓ સાથે આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ ૨૯-૧૧-૨૦૨૪ ના રોજ ટોપી હોલ ખાતે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં ટીચિંગ, લર્નિંગ મટીરીયલ્સ, TLM રજૂ કરવામાં આવશે. આ TLM (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) દૈનિક વપરાશની ચીજ વસ્તુઓ જે સરળતાથી ઉપલબ્ધ હોય તેવા ઘર-વપરાશમાંથી તેમજ વેસ્ટેજ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ છે. જે સામાન્ય વાલી પણ બનાવી બાળકને શીખવી શકે છે તેવા હોય છે. જેના ઉપયોગથી બાળકોનો માનસિક, શારિરિક, બૌદ્ધિક, ભાષાકીય, સામાજિક, ભાવનાત્મક, સર્જનાત્મક વિકાસ થાય છે.
આ TLM મા આંગણવાડીના અભ્યાસક્રમની ૧૭ અલગ અલગ થીમ આધારિત બનાવવામાં આવેલ છે. આ TLM આંગણવાડી કાર્યકર, PSE અને મુખ્ય સેવિકાઓ દ્વારા બનાવવામાં આવેલ છે. જેનું પ્રદર્શન કરવામાં આવશે.
કાર્યક્રમ દરમ્યાન તજજ્ઞ દ્વારા નિદર્શન કરી તેમાંથી જે સૌથી ઉત્કૃષ્ટ TLM હશે તેને સારી કામગીરી બદલ સમ્માનિત કરી ઝોનલ લેવલની પ્રતિયોગીતા માટે નામ નોમીનેટ કરવા અને પ્રમાણપત્ર, ટ્રોફી તેમજ ઈનામ વિતરણ પણ કરવામાં આવશે.