પી.એમ.જે.એ.વાય-મા યોજના-દાહોદ : જેકોટ ખાતે આયુષ્માન ભારત વય વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો


દાહોદ તા.૨૭

અત્યારે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્યમાન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષ અને ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય “આયુષ્યમાન કાર્ડ” આપવાનો અમલ શરૂ કરેલ છે.

આ કેટેગરીનું નામ “આયુષ્માન ભારત વય વંદના યોજના” રાખવામાં આવેલ છે. જે અંતર્ગત ૭૦ વર્ષ અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી “આયુષ્માન કાર્ડ” મેળવી શકે છે. આ માટે “આયુષ્યમાન એપ” દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્માન કાર્ડ મેળવી શકે છે.

દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, જેકોટના સહયોગથી ૭૦ થી વધુ ઉંમર ધરાવતા લાભાર્થીઓનો આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૩૮ કાર્ડ કાઢવામાં આવ્યા હતા. જેમાં ૧૦ લાભાર્થીઓ ૭૦ થી વધુ ઉંમરના હતા કે જે લાભાર્થીઓના કાર્ડ કાઢવામાં આવ્યા હતા. આ કેમ્પ દરમ્યાન શાળાના NSS યુનિટના વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!