સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના CSR ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા અને બાવકા ને 04 લાખ રૂપિયાના મેડિકલ સાધનો ની સહાય
સિંધુ ઉદય
*સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના CSR ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા અને બાવકા ને 04 લાખ રૂપિયાના મેડિકલ સાધનો ની સહાય*
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા( એડમીન ઓફિસ) વડોદરા ના સહયોગથીઆદિજાતિ પટેલીયા પરિવાર વડોદરા ના મેમ્બર એવા શ્રી દિલીપભાઈ બાબરભાઈ બામણીયા મેનેજર શ્રી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાદરા, વડોદરા પ્રયત્નો દ્વારા અને સ્ટેટ બેન્ક ઓફ દાહોદ ચીફ મેનેજર શ્રી દિપક પવાર અને ડોક્ટર હિતેશ રાઠોડ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન ગોત્રી વડોદરા ની હાજરીમાં અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ ભગીરથ બામણીયા ના માર્ગદર્શન હેઠળ “સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા” (SBI), એડમીન ઓફિસ વડોદરા ના સૌજન્ય થી સીએસઆર ફંડ માંથી આશરે 4 લાખ રૂપિયાની મેડિકલ અધતન સાધનો ની સહાય દાહોદ ના ગુજરાતની બોર્ડરે આવેલા ગામ એવા નગરાળા અને બાવકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએસસી) પર જે તે વિસ્તારના દર્દીઓને ઉત્તમ અને આધુનિક સેવા મળી રહે તે હેતુથી મેડિકલ ના સાધનો તેમજ અન્ય સુવિધાઓ અર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ ગુરૂવાર તારીખ 28 નવેમ્બર 2024 દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રાખેલ હતો આ કાર્ય માટે શ્રી દિલીપભાઈ બામણીયા અને SBI એડમીન ઓફિસ વડોદરા ના અધિકારીશ્રી તેમજ ડૉ ભગીરથ બામણીયા તેમજ દાહોદ SBI બ્રાંચના ચીફ મેનેજર શ્રી પવાર અને ડૉ હિતેશ રાઠોડનો આભાર વ્યક્ત કરીએ છીએ