આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ દાહોદ ખાતે ભૂલકા મેળો યોજાયો
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લા પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ભૂલકા મેળો યોજાયો હતો. આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર અને મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ શાખાના ચેરમેન શ્રીમતિ સુશીલાબેન બારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સાંસ્કૃતિક કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી એ જણાવ્યું કે આ ભૂલકા મેળાનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે. દિવસના ૦૩ કલાક બાળકો એ તેના પરિવારથી દૂર આંગણવાડીએ આવે અને તેમનો આઈ.ક્યુ (ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ), ઈ.ક્યુ(ઈમોશનલ ક્વોશન્ટ) અને એસ.ક્યુ (સોશિયલ ક્વોશન્ટ) વિકસે અને તેમના સર્વાંગી વિકાસનો પાયો વધુ સારો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાનો છે.
વિવિધ કૃતિઓ બનાવનાર પી.એસ.ઈ.ઇન્સ્ટ્રકર , આંગણવાડીના કાર્યકર બહેનો અને બાળકોને ઈનામ આપી પ્રોસ્તાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સુશ્રી સુશીલાબેન , જિલ્લા પંચાયત સભ્યશ્રી નિરજભાઈ મેડા, નગર પાલિકાના ઉપ પ્રમુખ સુશ્રી શ્રદ્ધાબેન ભડંગ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત સુશ્રી શીતલબેન વાઘેલા, ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી નીલુબેન માછી , સહિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રીનાબેન પંચાલ, નગરપાલિકા કાઉન્સિલર શ્રીઓ , આઇ.સી.ડી.એસ. વિભાગના અધિકારીશ્રીઓ સહિત આંગણવાડી કાર્યકર્તા બહેનો સહિત ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.