ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ની ટીમે ઇમરજન્સીમા સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતિ કરાવી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ખરોદા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ઈ.એમ.આર.આઇ. GHS ૧૦૮ ની મદદ લેવામાં આવી હતી. ૧૦૮ ની ટીમ તાત્કાલિક ખરોદા ગામે પહોંચી સગર્ભા મહિલાની તપાસતા સગર્ભાને પ્રસુતિનો અસહ્ય દુઃખાવો હોવા છતાં ૧૦૮ ની ટીમે જોખમ ખેડી સફળતા પુર્વક જુડવા બાળકોની પ્રસૂતી કરાવી હતી. અને સાથે જ માતા અને નવજાત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના દાહોદ જિલ્લાના ખરોદા ગામના ઈ.એમ.ટી. હાર્દિક પી. રાણા અને પાયલટ અનિલભાઇ ગરવાલ ઝાયડસ લોકેશન ૧૦૮ ની ટીમ તાત્કાલિક ખરોદા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલાને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને જુડવા બાળકો હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દીની ઈએમટી હાર્દિક પી રાણા દ્વારા ઈમરજન્સી ફીઝિશિયનની ડોકટર પરમારની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. માતા અને નવજાત બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ તકે દર્દીના પરિવાર જનો એ ૧૦૮ ના સ્ટાફનો આભાર માની એમની કામગીરીને બિરદાવી હતી.