ફતેપુરા નગરમાં વાણીક સમાજના ધર્મગુરુ મહંત 1008 રામદયાલ મહારાજની પધરામણી થતા સ્વાગત કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં વાણીક સમાજના ધર્મગુરુ મહંત 1008 રામદયાલ મહારાજની પધરામણી થતા ઉમેળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું.
ફતેપુરા નગરમાં વાણીક સમાજના ધર્મગુરુ 1008 મહંત રામદયાલજીની ફતેપુરા ખાતે પધરામણી થતાં ધંધા રોજગાર બંધ રાખીને વાણીક સમાજ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યુ ફતેપુરા નગરમાં મધ્યપ્રદેશના શાહપુર થી પધારેલા 1008 સ્વામી રામદયાલ મહારાજની ફતેપુરા વાણીક સમાજ દ્વારા પધરામણી કરવામાં આવી હતી ત્યારે આજે મોડી રાતે રામદયાલ મહારાજ પોતાના કાફલા સાથે ફતેપુરા આવી પહોંચતા વાણિક સમાજ દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય આતશબાજી સાથે રામદયાલજીનું સ્વાગત કર્યું હતું ફતેપુરા નગરમાં વહેલી સવારે રામદયાળજીનું મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ફતેપુરા વાણીક સમાજ દ્વારા વાણિક સમાજની વાડીકામા એકત્ર થઈને ઢોલ નગારા સાથે ભવ્ય આતશબાજી સાથે અંતરરાષ્ટ્રીય સંત સ્વામી રામદયાળજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામદેયાજીને બગીમાં બેસાડી રાસ ગરબાની રમઝટ સાથે જય શ્રી રામ જય શ્રી રામ દેખો દેખો કોન આયા હમારે ગુરુજી જેવા નારા સાથે નગરના વિવિધ વિસ્તારોમાં રામ દયાલજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વણિક સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ શોભાયાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર જગ્યાએ સ્વામી રામદયાલજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વણિક સમાજ દ્વારા ફતેપુરા નગરને ગુલાબી રંગની પતાકાઓથી સજાવી રંગબેરંગી એક સરખા પોશાક પહેરીને ભક્તિમય વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ફતેપુરા સુખસર ગોઠીબ સંતરામપુર લુણાવાડા બાસવાડા એમ અલગ અલગ જગ્યાથી મોટી સંખ્યામાં વાણીક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા નગરમાં વણિક સમાજના ધર્મગુરુ પ્રથમ વખત પધરામણી કરતા વાણીક સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આખા દિવસ દરમિયાન ઢોલ નગારા સાથે મહારાજની ભવ્ય સ્વાગત વિધિ પૂર્ણ કર્યા બાદ મહા આરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફતેપુરા નગરમાં પધારેલા ધર્મગુરુઓ પણ તેમના સ્વાગત થી મંત્રમુગ્ધ થઈ ગયા હતા ત્યાર બાદ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વામી રામદાસજી મહારાજની વિદાય કરવામાં આવી હતી રામદયાલ મહારાજે ફતેપુરા નગરવાસીઓને હસ્તા મુખે આશીર્વાદ આપ્યા હતા