સેવાલિયા પાસે રૂ.પાચ લાખના ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના સેવાલીયા પાસે  અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી કારમાં લઈ જવાતા ૫૦ કિલો  રૂપિયા પાંચ લાખના ગાંજા સાથે ઝડપાયા છે. ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુબારથી લાવી હિંમતનગર ખાતે લઈ જતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે મુખ્ય સૂત્રધારને ગંધ આવી જતાં ગોધરા ખાતેથી શખ્સ અન્ય કારમાં બેસી ભાગી ગયો હતો. સેવાલીયા પોલીસે રૂપિયા ૭.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
સેવાલીયા પોલીસના માણસો અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજના મુવાડા પાસેની નવી ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગમાં ઊભા હતા.‌ દરમિયાન ગોધરા તરફથી આવતી કાર ને શંકાના આધારે ઉભી રાખી  પોલીસે ચાલક અને કારમાં બેઠેલા અન્ય એક ઇસમની પુછપરછ કરતાં બંને ઈસમોએ પોતાના નામ રફાકતહુસેન મોહંમદહુસેન શેખ (રહે.બાયપાસ રોડ, ગોધરા) અને જીસાન રઈશઉદ્દીન શેખ (રહે.માલીના છાપરીયા, હિમંતનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં ડીકીમાથી માદક પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે  એફેએસેએલ ની મદદ મેળવી હતી. અને તપાસ કરતા ૫૦ કીલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 5 લાખ થાય છે. પોલીસે આ બંને ઈસમોને વધુ  પુછપરછ કરતા. ઈસમોએ આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુબારથી લાવી હિંમતનગર ખાતે લઈ જવાતો હોવાની કબુલાત કરી છે. જ્યારે ગાંજાનો મુખ્ય સૂત્રધાર આરોપી અસ્પાકહુસેન ઝાકીરહુસેન શેખ (રહે.હિમતનગર) જે આ કાર લઈને તેમની સાથે આવેલો હતો. પરંતુ ગોધરા ખાતેથી અસ્પાકે ગાડીનો કબ્જો આ બંને ઈસમોને આપી પોતે અન્ય ગાડીથી આવતો હોવાની વાત કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ પકડાયેલા આરોપીઓએ કરી છે. પોલીસે ઉપરોક્ત ગાંજાના જથ્થા સાથે કાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. પોલીસે આ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!