ઝાલોદ પોલીસ ઝોનમાં આવતા છ પોલિસ સ્ટેશનનો 1,47,96,813 રૂપિયાનો વિદેશી દારૂનો કડક પોલિસ બંદોબસ્ત હેઠળ નાશ કરાયો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલીસ ઝોનમાં આવતા છ પોલિસ સ્ટેશનનો 1,47,96,813 રૂપિયાનો વિદેશી દારૂનો કડક પોલિસ બંદોબસ્ત હેઠળ નાશ કરાયો
દાહોદ જિલ્લાના પોલિસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલાના આદેશ મુજબ ઝાલોદ પોલિસ ઝોનમાં આવતા છ પોલિસ સ્ટેશનનોમા ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગુનાહિત પ્રવૃત્તિમા પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનનો નાશ ઝાલોદ થી ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં કડક પોલિસ જાપ્તા હેઠળ કરવામાં આવ્યો હતો.
ઝાલોદ પોલીસ ઝોનમાં આવતા છ પોલિસ સ્ટેશનો ઝાલોદ, લીમડી, ફતેપુરા, સુખસર સંજેલી, ફતેપુરામા પોલિસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ ઝાલોદ પોલીસ સ્ટેશનનો 58,98,691 ,લીમડી પોલીસ સ્ટેશનનો 44,26,678 , ફતેપુરા પોલીસ સ્ટેશનનો 3,74,590 , સુખસર પોલીસ સ્ટેશનનો 3,96,931 , સંજેલી પોલીસ સ્ટેશનનો 4,50,285 , ચાકલીયા પોલિસ સ્ટેશનનો 32,49,638 રૂપિયાનો દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ છ પોલિસ ઝોનમા થઈ કુલ 1,47,96,813 રૂપિયાના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂની સંપૂર્ણ નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન ડ્રોન ઉડાવી ચારે બાજુના વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવી હતી. આ દારૂના નાશ ડેપ્યુટી કલેક્ટર અજય ભાટીયા, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ છ પોલિસ સ્ટેશનના સમાવિષ્ટ પી.આઈ તેમજ પી.એસ.આઇ તેમજ મામલતદાર ઓફીસ અને પોલિસ સ્ટાફ હાજર રહેલ હતો અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું.

