ઝાલોદ નગરના રક્ષા પેટ્રોલિયમ આગળ એક્ટિવા ચાલકને બચાવવા જતાં બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ .
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરના રક્ષા પેટ્રોલિયમ આગળ એક્ટિવા ચાલકને બચાવવા જતાં બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ .

ઝાલોદ નગરના કોળીવાડા વિસ્તારમાં રહેતા કોળી સુનિલભાઈ સોમાભાઈ જેમની અંદાજિત ઉમર 40 વર્ષ છે તેઓ પોતાની બાઇક GJ-20-AA-8998 લઈને પોતાના અંગત કામે નાનસલાઈ રોડ પર જઈ રહેલ હતા ત્યારે જાણવા મળેલ વિગત મુજબ રક્ષા પેટ્રોલ પંપ આગળ એક્ટિવા સવારને બચાવવા જતાં તેમની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. બાઇક સ્લીપ ખાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા.નગરના આશાસ્પદ યુવાનનુ અકસ્માત થતાં યુવાનના પરિવારજનો તેમજ નગરના લોકટોળા હોસ્પિટલ ખાતે ઉમટી આવેલ હતા. સરકારી હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તેમજ વધુ ગંભીર ઈજાઓ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
