ગરબાડા માં નશામાં ધૂત કાર ચાલકે બાઈક ઉપર જતા દંપતીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.
વનરાજ ભુરીયા
ગરબાડા માં નશામાં ધૂત કાર ચાલકે બાઈક ઉપર જતા દંપતીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં ચાલક તથા તેની પત્નીને ઇજાઓ પહોંચી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા ખાતે એક કાર ચાલક દારૂ પીધેલ નશામાં ધૂત થઈ પૂરપાટ ઝડપે ગાંગરડી તરફથી ગરબાડામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નશામાં ધૂત કાર ચાલકે હાઇવે ઉપર બાઈક લઈ જઈ રહેલ દંપતી ને પાછળથી ટક્કર મારી અડફેટે લેતાં દંપતી બાઈક સાથે રોડની સાઈડમાં ફેંકાઈ ગયા હતા જેના પગલે ચાલક તેમજ તેની પત્નીને ઇજાઓ પહોંચી હતી ત્યારે નશામાં ધૂત કાર ચાલક ત્યાંથી પૂરપાટ ઝડપે કાર લઇ ભાગી રહ્યો હતો ત્યારે કાર ચાલકે ગરબાડામાં રામદેવ મંદિર પાસે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં દીવાલ સાથે અથડાઈ જવા પામી હતી ત્યારબાદ ગામ લોકોએ તેને પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી