નડિયાદમાં કોંગ્રેસ દ્વારા રોડ તૂટવાના મામલે રેલી કાઢી દેખાવો કર્યા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરના નટપુર બેંકથી સિંદુશી પોળ સુધીનો આરસીસી રોડ ઓગસ્ટ ૨૦૨૩ માં બનાવવામાં આવ્યો હતો.જે ઠેકઠેકાણે તૂટી જતાં શહેર જિલ્લા કોંગ્રેસે આ રોડ પર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરી આજે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.
નડિયાદ શહેરમાં આવેલ નટપુર બેંકથી સિંદુશી પોળ સુધીનો રસ્તો સવા વર્ષ પહેલાં જ બન્યો હતો. પરંતુ આ રોડ તૂટી ગયાનો અક્ષેપ શહેર જીલ્લા કોંગ્રેસે લગાવ્યો છે. આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી આજે બુધવારે સૂત્રોચ્ચાર સાથેની આ રોડ પર રેલી કાઢી હતી. આ ઉપરાંત ભ્રષ્ટાચારના પ્લેકાર્ડ સાથે રાખી વિરોધ અને દેખાવો કર્યા હતોં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે, આ રોડ સવા વર્ષ પહેલા જ બન્યો હતો અને તૂટતા અમે આજે સૂત્રોચ્ચાર સાથે આ રોડ પર દેખાવો કરી રેલી કાઢી હતી. અમારી માંગણી છે કે, આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવો જોઈએ.