દેવગઢ બારીઆના ભુવાલ ગામે મોટરસાઈકલની અડફેટે એક ૫૬ વર્ષિય વૃધ્ધાનું મોત નીપજ્યું
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે એક મોટરસાઈકલના ચાલકે રોંગ સાઈડે મોટરસાઈકલ હંકારી લાવી રસ્તે ચાલતાં જતાં એક ૫૬ વર્ષિય વૃધ્ધાને અડફેટમાં લેતાં વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ દેવગઢ બારીઆના ભુવાલ ગામે કાકરોલ ફળિયામાં રહેતાં ૫૬ વર્ષિય સવીતાબેન ધીરાભાઈ પટેલ દેવગઢ બારીઆના ભુવાલ ગામે ગ્રીન વાટીકાથી આગળના રસ્તા પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ રોંગ સાઈડે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ચાલતાં પસાર થઈ જઈ રહેલા સવીતાબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં સવીતાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ શરીરે ગંભીર ઈજાઓને પગલે તેઓની તબીયત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન સવીતાબેનનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ સંબંધે ભોપતભાઈ ધીરાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.