હનુમાનજી મંદિરે દાદા ને તોરણના શણગાર અને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમા આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
સવારે ૬:૩૦ કલાકે શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો. ત્યારબાદ નિત્ય ક્રમ પ્રમાણે દાદા ને મલિન્દો જમાળવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી. આ મંદિર ૧૪૧ વર્ષ જૂનું મંદિર છે જ્યાં દસ શનિવારે દાદા ને અલગ અલગ પ્રકારના શણગાર તથા ભોગ ધરાવવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
