દાહોદ જિલ્લામાં બે સ્થળોએ સર્જાયેલ માર્ગ અકસ્માતોમાં મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત પાંચ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં બંન્ને બનાવને મામલે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડાના માન્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૪મી નવેમ્બરના રોજ એક વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે રસ્તે ચાલતાં પસાર થઈ રહેલા છગનભાઈ નવલાભાઈ ડામોરને પાછળથી જાેશભેર ટક્કર મારતાં છગનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે પ્રકાશભાઈ ધીરભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆના મોટીઝરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૧મી ડિસેમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક છકડાને જાેશભેર ટક્કર મારતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો જેને પગલે છકડાના ચાલક રમેશભાઈ બળવંતભાઈ બારીઆ, છકડામાં સવાર રમેશભાઈના પરિવારજનોમાં સોકલીબેન, રેશમબેન અને સીતાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં આ સંબંધે રમેશભાઈ બળવંતભાઈ બારીઆએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!